અમેરિકાના નવા રાષ્ટ્રપતિ Joe Biden નો ભારત સાથે છે આ ખાસ સંબંધ!
જો બાઈડેન (Joe Biden) અમેરિકાના રાષ્ટ્રપતિ પદની કમાન સંભાળવા જઈ રહ્યા છે. આ સાથે જ આવનારા દિવસોમાં ભારત-અમેરિકાના સંબંધોને લઈને પણ ચર્ચા થઈ રહી છે.
નવી દિલ્હી: જો બાઈડેન (Joe Biden) અમેરિકાના રાષ્ટ્રપતિ પદની કમાન સંભાળવા જઈ રહ્યા છે. આ સાથે જ આવનારા દિવસોમાં ભારત-અમેરિકાના સંબંધોને લઈને પણ ચર્ચા થઈ રહી છે. વર્ષ 2013માં એકવાર જો બાઈડેને આવા જ સવાલોનો પોતે જવાબ આપ્યો હતો. ત્યારે તેમણે ભારત સાથે પોતાના સંબંધો વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત સવાલ એ પણ છે કે હવે બદલાતા હાલાતમાં ભારત માટે બાઈડેન અને મોદી સરકારના જોઈન્ટ પ્રયાસો કેવો રંગ લાવશે?
UAE એ કાયદામાં કર્યા ધરખમ ફેરફાર, લિવ ઈનમાં રહેવાની પણ છૂટ, જાણો વિગતો
મોદી-બાઈડેન વચ્ચે કેમિસ્ટ્રી?
બાઈડેન જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે તેમણે વોશિંગ્ટનમાં લંચનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજુ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આવામાં બંને નેતાઓ વચ્ચેની કેમિસ્ટ્રી ભારત-અમેરિકાના સંબંધો પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે.
અસલમાં બંને દેશોના સંબંધો ફક્ત બે નેતાઓના સંબંધ પર નિર્ભર નથી હોતા આથી એવું માનવામાં આવી રહ્યું છે કે જો બાઈડેનની જીત બાદ પણ ભારત અને અમેરિકાની મિત્રતા એવી જ રહેશે જેવી આજે છે. જો આમ જ રહ્યું તો કેટલીક ખાસ વાત છે જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તેમાંનો એક છે રક્ષા સંબંધ.
US Election: પ્રચંડ જીત બાદ જો બાઈડેને આપ્યું મોટું નિવેદન, આ સાથે જ લઈ લીધી એક પ્રતિજ્ઞા
રક્ષા સંબંધ
જાણકારો મુજબ રક્ષા સંબંધમાં મોટા ફેરફારની શક્યતા નથી. બંને દેશો વચ્ચે સંયુક્ત અભ્યાસ થતા રહેશે. સૈન્ય સમજૂતિ પણ ચાલુ રહેશે.
આર્થિક સંબંધ
વાત કરીએ આર્થિક સંબંધની તો તે વધુ સારા થવાની આશા છે. પરસ્પર વેપાર વધી શકે છે કારણ કે ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે આ પ્રકારના એક કરારને લઈને જો બાઈડેને સક્રિય ભૂમિકા ભજવી હતી. આ સાથે જ ભારતીયોને ગ્રીન કાર્ડ વધુ સંખ્યામાં મળવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. એવી આશા પણ વ્યક્ત કરાઈ રહી છે કે IT સેક્ટરમાં પણ ભારતીય કંપનીઓને ફાયદો થશે.
મંત્રથી કરી હતી પ્રચારની શરૂઆત
અમેરિકામાં હાલની ચૂંટણી દરમિયાન જો બાઈડેન અને કમલા હેરિસ બંનેએ ત્યાં વસેલા ભારતીયોના મત પોતાનામાં ખેંચવા માટે પૂરેપૂરી કોશિશ કરી હતી. ભારત સાથે બાઈડેનનો સંબંધ ઘણો જૂનો છે. આ એ જ બાઈડેન છે જેમણે પોતાના પ્રચારની શરૂઆત મંત્રથી કરી હતી.
ભારતીય મૂળના કમલા હેરિસ 'ફીમેલ ઓબામા'ના નામથી છે મશહૂર, તેમના વિશે 10 વાતો ખાસ જાણો
એટલું જ નહીં આ વખતે જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભારતીય મૂળના કમલા હેરિસે દુનિયાભરમાં હિન્દુઓને નવરાત્રિની શુભેચ્છા પણ પાઠવી હતી. કહી શકાય કે જો બાઈડેનને ભારત પ્રત્યે સોફ્ટ કોર્નર છે. તેઓ અનેક મુદ્દાઓ પર ભારત સાથે સંબંધ મજબૂત કરવાની વાત કરતા આવ્યા છે.
ભારત સાથે સંબંધ
એકવાર જો બાઈડેને ભારત સાથે સંબંધ પણ સમજાવ્યો હતો. બાઈડેન વર્ષ 2013માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત પ્રવાસે આવ્યા હતાં. ત્યારે મુંબઈમાં કહ્યું હતું કે વર્ષ 1972માં જ્યારે તેઓ પહેલીવાર સેનેટના સભ્ય બન્યા હતા ત્યારે તેમને મુંબઈમાં રહેતા એક બાઈડેનનો પત્ર મળ્યો હતો. આ પત્રના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે ભારતના બાઈડેન અને જો બાઈડેનના પૂર્વજ એક જ છે. તેમના પૂર્વજ 18મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં કામ કરતા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube